અબ્જાણીયો જણીયો જંગલ માં વસે અને ઘોડા નો એ દાતાર,
પણ તૃઠ્યો રવાલજામ ને જ રે, એ એણે હાંકી દીધો હાલાર

હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગલા વખાણું,
હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગલા વખાણું,
હે... રાવણ સરીખો રાગીયો ને પરગટ મેરુ પ્રમાણ,
હાલાજી...

હે કમ ઢળે ભોમ હરધોડ પ્રાણ મુગટ અતિ પાયો, 
દે સુરા વન જામ અંગે આપે પછડાયો, 
હુઈ પતંકા હાંક ત્રુટી સિંધન સંચાના, 
મરતા જોર મરદ એ તીરે અમંગલ તાણા,
હાલાજી...

હે ખ્યાકે ખુલી જાણ અંગે મેહેરણે અજાણી 
પટ્ટી ભોળી પૂંઠ તખ્ત  ખાન મેલે તાણી 
આગે ભાગ્યો જાય ભોમે અંતર નવ ભાંગે 
આણે મન ઉચાટ  લેખ લખ દાવન લાગે 
હાલાજી...

એ અસી બાજાવું ડાણી પવન વેગે પડકારી 
ત્રુટી તારા જેમ ધીર કંકણ દજદાણી 
બરછટ જોર મરણ ભીમ ભારત બછુંટો 
પરે કોઢ  કર ટાઢ સંખલે વંકર ત્રુઈટો 
હાલાજી...

એ કામ હંસ વેદ ચડ્યો વેદ પર સિંહ બિરાજે 
સિંહે સાગર શિર ધર્યો તાપર પરડો ગિરિવર ગાજે 
ગિરિવર પર એક કમલ કમલ બીચ કોયલ બોલે 
કોયલ કે એક કીર કીર પર મૃગ હી ડોલે 
મૃગે શશીધર સિંહ ધર્યો તાપર તો શેષ બિરાજે 
કહે કવિજન સુનો ગુણીજન હંસ ભાર કિતનો સહે 
રે ભાઈ હંસ ભાર કિતનો સહે 

Comments

  1. હાલાજી તારા હાથ વખાણું, પટ્ટી તારા પગલાં 'વગાડુ' એમ આવે.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Shiv strotam